દિલમાં દર્દ ના હોય તો આંખો રડતી નથી
દિલમાં દર્દ ના હોય તો આંખો રડતી નથી
સાચી મહોબત કદી કોઈને મળતી નથી
તું જતી રઈ કેમ મને એકલો કરી
તારા વગર મારી જિંદગી તો જિંદગી નથી
અરે હો હો તારી યાદો મારા દિલથી ભુલાતી નથી
હો એક પલ મુજથી દુર આ જાતી નથી
હો તારી યાદો મારા દિલથી ભુલાતી નથી
હો દિલમાં મારા તારી યાદો છે ભરી
રાહ જોતા જોતા આંખો રડી રે પડી
હો મજબુર મુજને કરી તું ગઈ
ખરા ટાણે સાથ મારો છોડી તું ગઈ
તું ગઈ તો ગઈ ફરી પાછી ના વળી
શું હતી ભુલ મારી તું કહેવા ના રહી
અરે હો હો તારી યાદો મારા દિલથી ભુલાતી નથી
હો એક પલ મુજથી દુર આ જાતી નથી
હો તારી યાદો મારા દિલથી ભુલાતી નથી
હો તારા વિના જિંદગી નથી કોઈ કામની
ચાલે છે ધડકન આ બસ ખાલી નામની
હો રડતી આંખો મારી તારી એક ઝલક માંગતી
કેમ તારી પાછ મને તું નથી બોલાવતી
આ દર્દ મારા દિલને આપી તું ગઈ
મને જીવવા ખાતર જીવતા મેલી તું ગઈ
અરે હો હો તારી યાદો મારા દિલથી ભુલાતી નથી
હો એક પલ મુજથી દુર આ જાતી નથી
હો તારી યાદો મારા દિલથી ભુલાતી નથી