હો કેમ રે તને હો ગમતુ નથી
હે મારા આંગણીયે લઈ આવો રૂડી જાન રે
હે મારા આંગણીયે લઈ આવો રૂડી જાન રે
મારા આંગણીયે લઈ આવો રૂડી જાન રે
ઓ રમલા મને પરણી ને લઈ જા તારા મલક મા
હે લઈ ને આવું રે જાડેરી તારી જાન રે
કે લઈ ને આવું રે જાડેરી તારી જાન રે
હો પાતળી તને પરણી ને લઈ જાશું મારા મલક મા
તને પરણી લઈ જાશું મારા મલક મા
હે અંતર ના ડોલીએ મનડું સુનુ સુનુ રેતુ
નિંદ ના આવે રાતલડી માં છાનું છાનું રોતુ
તે રંગારો થઈ રંગ પુરવા તારા સમણે આવુ
પ્રેમ તણી ચોપાટીયું માડી મન ને મોજ કરાવું
ગમતી મહેદી રે મેલાવો મારા હાથ રે
ગમતી મહેદી રે મેલાવો મારા હાથ રે
હો વાલમા મને પરણી ને લઈ જા તારા મલક મા
તને પરણી લઈ જાશું મારા મલક મા
હે પાપણ પડધારે આંખો તારી વાટ્યો જોતિ
ક્યારે આવે કામણગારો ઝંખે મન નુ પંખી
હે લાખ સવા નુ લઈને આવુ પટોડો પચરંગી
અલબેલી ઓઢાડું તુજને હૈયા ના હરખે થી
કે મારે જીવવુ મરવુ વાલા તારી સંગ રે
મારે જીવવુ મરવુ વાલા તારી સંગ રે
હો રામલા મને પરણી ને લઈ જા તારા મલક મા
તને પરણી લઈ જાશું મારા મલક મા